Dermatology

ફંગલ ઇન્ફેક્શન (ધાધર ): જાણો કારણ, લક્ષણો, સારવાર અને બચાવ

VM
Dr. Vinas Mangukiya
4 Aug 2026 · 1 min read
ફંગલ ઇન્ફેક્શન (ધાધર ): જાણો કારણ, લક્ષણો, સારવાર અને બચાવ


ફંગલ ઇન્ફેક્શન એટલે શું?

ફંગલ ઇન્ફેક્શન (દાદ) એ ચામડી, નખ અથવા માથાની ત્વચા પર થતો સામાન્ય ચેપ છે. આ ચેપ ફંગસ (Dermatophytes) નામના સૂક્ષ્મ જીવાણુઓ દ્વારા થાય છે. ભારતમાં ગરમ અને ભેજવાળા વાતાવરણને કારણે આ સમસ્યા ખૂબ જ સામાન્ય છે.

ફંગલ ઇન્ફેક્શન શરીરના કોઈપણ ભાગમાં થઈ શકે છે, ખાસ કરીને:

  • જાંઘની આસપાસ (Jock Itch)
  • કમર અને પેટ
  • બગલ
  • ગળું
  • હાથ અને પગ
  • પગની આંગળીઓ વચ્ચે (Athlete’s Foot)
  • માથાની ત્વચા
  • નખ

ફંગલ ઇન્ફેક્શન કેવી રીતે ફેલાય છે?

  • સંક્રમિત વ્યક્તિના સીધા સંપર્કથી
  • ટુવાલ, કપડાં અથવા બેડશીટ શેર કરવાથી
  • વધુ પરસેવો આવવાથી
  • ભીના કપડાં લાંબા સમય સુધી પહેરવાથી
  • ચુસ્ત અને કૃત્રિમ (Synthetic) કપડાં પહેરવાથી
  • ડાયાબિટીસ અથવા ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોમાં

મુખ્ય લક્ષણો

  • ગોળ અથવા રિંગ જેવા લાલ ચકામા
  • ખૂબ જ ખંજવાળ
  • ચામડી પર સફેદ પડ અથવા ઊખડવું
  • ચામડીમાં બળતરા
  • કિનારી વધુ લાલ અને વચ્ચેનો ભાગ સાફ દેખાવું
  • વારંવાર ફરીથી થતો ચેપ
  • નખમાં જાડાપણું, રંગ બદલાવ અથવા તૂટવા લાગવું

શું કરવું?

✔ અસરગ્રસ્ત જગ્યા સ્વચ્છ અને સૂકી રાખો.

✔ રોજ ધોયેલા કોટનના કપડાં પહેરો.

✔ પરસેવો થયા પછી કપડાં બદલો.

✔ ટુવાલ, કપડાં અને અંગત વસ્તુઓ શેર ન કરો.

✔ સારવાર દરમિયાન ડૉક્ટરની સલાહ મુજબ દવા નિયમિત લો.

શું ન કરવું?

✘ મેડિકલ સ્ટોરમાંથી મનપસંદ ક્રીમ ન લગાવો.

✘ ખાસ કરીને સ્ટેરોઇડવાળી ક્રીમ (બેટનોવેટ, Quadriderm, Panderm, Lobate-GM જેવી) ડૉક્ટરની સલાહ વિના ન વાપરો. આવી ક્રીમથી થોડા દિવસ રાહત મળે છે પરંતુ ચેપ વધુ ઊંડો, મોટો અને સારવારમાં મુશ્કેલ બની શકે છે.

✘ સારવાર અધૂરી ન છોડો, ભલે ખંજવાળ ઓછી થઈ ગઈ હોય.

બચાવ માટે મહત્વની સલાહ

  • શરીર હંમેશા સૂકું રાખો.
  • કોટનના ઢીલા કપડાં પહેરો.
  • પરસેવો થયા પછી તરત સ્નાન કરો અથવા કપડાં બદલો.
  • ડાયાબિટીસ હોય તો બ્લડ સુગર નિયંત્રણમાં રાખો.
  • પરિવારના અન્ય સભ્યોમાં પણ ચેપ હોય તો તેમની પણ સારવાર કરાવો, જેથી ફરી ચેપ ન લાગે.

ક્યારે ડર્મેટોલોજિસ્ટનો સંપર્ક કરવો?

  • 2–3 અઠવાડિયાથી વધુ સમયથી દાદ હોય.
  • વારંવાર ફરીથી થતો હોય.
  • આખા શરીરમાં ફેલાઈ ગયો હોય.
  • નખ અથવા માથામાં ફંગલ ઇન્ફેક્શન હોય.
  • ગર્ભાવસ્થા, ડાયાબિટીસ અથવા બાળકોમાં ફંગલ ઇન્ફેક્શન હોય.

યાદ રાખો

ફંગલ ઇન્ફેક્શન સંપૂર્ણપણે મટી શકે છે, પરંતુ યોગ્ય નિદાન, યોગ્ય દવા અને સારવાર પૂર્ણ કરવી ખૂબ જ જરૂરી છે. સ્ટેરોઇડવાળી ક્રીમથી દૂર રહો અને ચામડીના નિષ્ણાત (Dermatologist)ની સલાહથી જ સારવાર લો.

DR. Vinas Mangukiya
     M.D. Dermatologist


VM
Dr. Vinas Mangukiya
Dermatology · MD DERMATOLOGY
Book a consult

More from Dr. Vinas Mangukiya